Sunday, March 9, 2014

પાટાથી ૩ ઇંચ અધ્ધર રહી દોડતી ટ્રેન મેગ્લેવ ટ્રેન

       તમે ક્યારેક લોહચૂંબકથી રમતા હશો. બે ચૂંબકના સમાન ધ્રુવો એકબીજાથી દૂર ભાગે  અને અસમાન ધ્રુવો એકબીજાથી ખેંચાઇને નજીક આવી જાય છે.
તમે ક્યારેક ય છે. આ જાણીતી વાત છે. એન્જિનિયરોએ ચૂંબકના આ ગુણનો ઉપયોગ આખી ટ્રેન  દોડવવામાં કર્યો અને એ પણ પાટાથી ત્રણ ઇંચ અધ્ધર રહીને, આવું કઇ રીતે બને તે પણ જાણવા જેવું છે. આ ટ્રેનને  મેગ્લેવ ટ્રેન કહે છે. મેગ્લેવનું આખું નામ મેગ્નેટિક લેવિરેશન છે. દેખીતી રીતે જ ટ્રેનમાં મેગ્નેટનો ઉપયોગ થવાનું સમજાઇ જાય. ટ્રેનના પાટા ઉપર સળંગ મેગ્નેટિક કોઇલ લગાડેલી હોય છે, પાટાને ગાઇડ વે કહે છે. ટ્રેનના ડબાના તળિયે પણ નાના મેગ્નેટ કતાર બંધ ચોડેલા હોય છે. પાટા અને ડબાના મેગ્નેટ વચ્ચે આકર્ષણ થાય છે અને ટ્રેન પાટા ઉપરથી ૩ ઇંચ જેટલી ઉંચકાઇને હવામાં લટકે છે. આ દરમિયાન પાટાની કોઇલમાં વીજ પ્રવાહ દાખલ કરાય છે. પરિણામે પાટાના મેગ્નેટના ધ્રુવો વારંવાર બદલાય  છે અને આકર્ષણ અપાકર્ષણથી ટ્રેન આગળ વધે છે.  ટ્રેનની પાછળ પણ મેગ્નેટિક ફોર્સનું અપાકર્ષણ બળ લાગે છે.
મેગ્લેવ ટ્રેન પાટાની અધ્ધર કરીને દોડતી હોવાથી તેને ઘર્ષણ લાગતું નથી એટલે કલાકના ૫૦૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે. જર્મની અને જાપાનમાં આ પ્રકારની હાઇસ્પીડ ટ્રેનોના વ્યાપક પ્રયોગો થયા છે. જોકે મેગ્લેવ ટ્રેનની ઘણી નવી પદ્ધતિઓ વિકસી છે. પરંતુ સિધ્ધાંત એકસરખો જ છે. મેગ્લેવ ટ્રેન ચાલે ત્યારે જરાય અવાજ કરતી નથી તે તેનું બીજું જમા પાસું છે.

No comments:

Post a Comment