Sunday, March 9, 2014

ગેસના બાટલા ગોળાકાર કેમ ?

                      રાંધણ ગેસ જેવા વાયુઓ તેમજ પેટ્રોલ જેવા જ્વલનશીલ પ્રવાહીઓની ટાંકી ગોળાકાર જ રાખવામાં આવે છે. રાંધણગેસના સિલિન્ડરમાં ગેસને સંકોચીને પ્રવાહી બનાવી ભરવામાં આવે છે. ૨૭૦ ઘન સેન્ટીમીટર વાયુને દબાણ આપીને માત્ર ૧ ઘન સેન્ટીમીટર પ્રવાહી સ્વરૃપ બને છે. અત્યંત ઉડ્ડયનશીલ પ્રવાહીમાંથી ગેસ વછૂટતો હોય છે. અને સીલીન્ડરની આંતરિક દિવાલ પર પ્રચંડ દબાણ કરતો હોય છે. એક ગણતરી પ્રમાણે બાટલાની દીવાલ પર એક સેન્ટીમીટરે ૮ કિલો જેટલું દબાણ થતું હોય છે. માટે ગેસના બાટલા મજબૂત હોય તે જરૃરી છે.
વાયુ ચારે દિશામાં દબાણ કરે છે. ગોળાકાર બાટલા એક પણ સાંધા વિના બનાવી શકાય એટલે તેને સાંધામાંથી તૂટવાનો ભય રહેતો નથી. કોઇપણ ચીજ ભરવા માટેનું પેકિંગ કે કન્ટેનર તે ચીજના વજન અને ઉપયોગને અનુલક્ષીને બનાવાય. તેમાં વિજ્ઞાાન અને ભૂમિતિ બંને કામ લાગે. પક્ષીઓના ઇંડા ગોળાકાર હોવાથી જ મજબૂત બન્યાં છે. ગેસના બાટલા અંદર તેમજ બહારથી પણ વધુ આઘાત સહન કરી શકે તે માટે ગોળાકાર બનાવાય છે.



No comments:

Post a Comment