Sunday, March 9, 2014

કમ્પ્યુટરમાં વપરાતા કેબલને જાણો


   
કમ્પ્યુટરના હાર્ડવેર વિશે તો લગભગ સૌ કોઈને જાણકારી હશેપરંતુ તેને જેના દ્વારા જોડવામાં 
આવે છે તેવા કેબલની જાણકારી બહુ ઓછા લોકોને હોય છે. કમ્પ્યુટર રિપેર કરતાં ભલે ન આવડે 
પરંતુ તેના વિશે એટલે કે તેના હાર્ડવેર અને તેના જોડાણ અંગે થોડીઘણી માહિતી હોય તો તે સંકટ
 સમયની સાંકળ પુરવાર થતી હોય છે. જાણીએ કેટલાક કમ્પ્યુટરના કેબલ વિશે.

વીજીએ કેબલ

સીપીયુ અને મોનિટરને એકબીજા સાથે જોડવા માટે જે કબલનો ઉપયોગ થાય છે તેને વીજીએ કેબલ કહે છે. 
આજે તેનું સ્થાન ડીવીઆઈ કેબલે લઈ લીધું છે. વીજીએ કેબલના સીપીયુ સાથે જોડાતાં કનેક્ટર કે છેડે 
ત્રણ હારમાં કુલ મળીને પંદર પીન હોય છે.

આઈડીઈ કેબલ

આઈડીઈ કેબલને પેરેલલ એટીએ કેબલ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટોરેજ ડિવાઈસ જેમ કે 
હાર્ડ ડિસ્ક અને સીડી રોમ વગેરેને મધરબોર્ડ સાથે જોડવા માટે તેનો ઉપયોગ થાય છે. તે દેખાવમાં 
પાતળો અને રિબીન જેવો હોય છેજેમાં બે અથવા ત્રણ કનેક્ટર હોય છે. એક કનેક્ટરમાં ચાલીસ પીન 
હોય છે. જેમાંથી એક મધરબોર્ડ સાથે જોડાય છે અને બાકીના ડિવાઈસ સાથે જોડાય છે. 

સાટા કેબલ અને ઈ- સાટા

સાટા કેબલનો ઉપયોગ સ્ટોરેજ ડિવાઈસને મધરબોર્ડ સાથે જોડવા માટે થતો હતો. હાઈ ડેટા ટ્રાન્સફર સ્પીડ 
માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. આજે લગભગ દરેક મધરબોર્ડમાં ઈન્ટીગ્રેટેડ સાટા એડેપ્ટર હોય છે.
પાટા નામનો કેબલ કે જે સાટા જેવો જ છે,તેનો ઉપયોગ ડેસ્કટોપ અને સર્વર કમ્પ્યુટર તથા પોર્ટેબલ કમ્પ્યુટરમાં
થાય છે. સાટા કેબલમાં બે કનેક્ટર હોય છેજેના બંને છેડે આઠ પીન હોય છે. જેમાંથી એક મધરબોર્ડ અને એક 
ડિવાઈસમાં લાગે છે.
       ઈ-સાટા (એક્સટર્નલ સિરીયલ એડવાન્સ ટેકનોલોજી) એ સાટા ટેકનોલોજી જેવી જ છેતેના પોર્ટ પણ 
સાટા જેવા જ છે. એક્સટર્નલ હાર્ડ ડ્રાઈવ કે ઓપ્ટિકલ ડ્રાઈવને જોડવા માટે તેનો ઉપયોગ થાય છે.

યુએસબી કેબલ

વિવિધ હાર્ડવેર કે પેરિફેરલ ડિવાઈસને કમ્પ્યુટર સાથે જોડવા માટે યુએસબી ખૂબ જ પ્રચલિત છે. માઉસથી
 માંડીને કી-બોર્ડ પણ આજે યુએસબી કનેક્ટરવાળા જ પસંદ કરવામાં આવે છે. દરેક યુએસબી કેબલને બે 
કનેક્ટર હોય છે. મોબાઈલ માટે જે ઉપયોગમાં લેવાતા કેબલને મિની અથવા માઈક્રો યુએસબી તરીકે 
ઓળખવામાં આવે છે. 

ફાયરવાયર

  તે યુએસબી જેવો જ પરંતુ યુએસબી કરતાં ફાસ્ટર હોય છે. હાઈ બેન્ડવિથ ડિજિટલ ડિવાઈસ જેમ કે
 પ્રિન્ટરસ્કેનર અને કેમકોર્ડર સહિત ૩૬ જેટલાં ડિવાઈસને જોડવા માટે આ કેબલનો ઉપયોગ કરાય છે.


એચડીએમઆઈ

એચડીએમઆઈ (હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઈન્ટરફેસ)નો ઉપયોગ ડિજિટલ વિડિયો સોર્સ 
(પીસી ગ્રાફિક કાર્ડ અને બ્લૂ-રે પ્લેયર) અને ડિજિટલ એલસીડી મોનિટર વચ્ચે હાઈ ડેફિનેશન
 વિડિયોના ટ્રાન્સમિશન માટે થાય છે. 

આરજે-૪૫

આરજે-૪૫નો ઉપયોગ લોકલ એરિયા નેટવર્કમાં કમ્પ્યુટરને જોડવા માટે કરવામાં આવે છે. 
ઈન્ટરનેટ કનેક્શન પણ મોટેભાગે આ કેબલ દ્વારા જ કરવામાં આવે છે.



No comments:

Post a Comment