Sunday, March 9, 2014

રેશમ શેમાંથી બને છે ?

                  રેશમી કપડું તેની સુંવાળપ અને ચમક માટે જાણીતું છે. કાપડની ઘણી જાત હોય છે. સુતરાઉ કપડું કપાસમાંથી બને. ઊનનું કાપડ ઘેટાંની રૃંવાટીમાંથી બને, કેટલાક કાપડ કૃત્રિમ રેસામાંથી બને છે. કુદરતી રેસામાંથી બનતા કાપડમાં રેશમ વિશિષ્ટ અને લોકપ્રિય કપડું છે. રેશમ એટલું મુલાયમ છે કે રેશમની આખી ચાદર એક વિંટીમાંથી પસાર થઇ જાય છે. રેશમ એક જાતના કીડામાંથી બને છે. રેશમના કીડા તેના મોંમાંથી લાળ કાઢી કોશેટો બનાવે છે. આ કોશેટામાંથી લાળના તાર જુદા પાડી તેમાંથી રેશમી કાપડ બને છે.રેશમ પેદા કરતા કીડા શેતૂરના ઝાડ ઉપર જ થાય છે. આ કીડા ઇયળ જેવા હોય છે. પોતાના રક્ષણ માટે તે મોમાંથી લાળ કાઢીને શરીર પર વીંટાળે છે. આ લાળ સળંગ દોરી જેવી અને મજબૂત હોય છે.  ચીનમાં રેશમના કીડા ઉછેરવામાં આવે છે. કીડાના કોશેટાને ગરમ પાણીમાં નાખી તેમાંથી રેશમના તાર મેળવવામાં આવે છે. રેશમી કાપડની શોધ ચીનમાં થઇ હતી. હવે કૃત્રિમ રેશમના રેસા પણ બને છે. તેમ છતાં કુદરતી રેસાનું રેશમ લોકપ્રિય છે.



No comments:

Post a Comment