Sunday, March 9, 2014

અવકાશયાત્રીના ખાસ પોષાક સ્પેસસૂટ

અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં પૃથ્વી જેવું જ વાતાવરણ જોઇએ. અવકાશમાં હવાનું દબાણ, ઓક્સિજન કે ગુરુત્વાકર્ષણ બળના અભાવમાં માનવજીવન શક્ય નથી. એટલે અવકાશયાત્રીઓ માટે ખાસ પોષાક બનાવવા પડે છે. તેને સ્પેસસૂટ કહે છે.
સ્પેસસૂટમાં સૌપ્રથમ તો શરીર પર દબાણ અને ઓક્સિજનનો પુરવઠો સૌથી જરૃરી છે. અવકાશયાત્રીઓને સ્પેસવોક પણ કરવી પડે તેવા સંજોગોમાં પ્રચંડ ગરમી કે પ્રચંડ ઠંડીનો સામનો કરી શકે તેવા પદાર્થમાંથી બનાવેલા હોય છે. સ્પેસસૂટની સાથે હેલ્મેટ, હાથનાં મોજાં અને પગના બૂટ પણ જરૃરી છે.
દરેક અવકાશયાત્રીના કાર્ય મુજબ જુદી જુદી ડિઝાઇનના સ્પેસસૂટ પહેરાવાય છે. સ્પેસવોક કરવા માટેના સ્પેસસૂટમાં પ્રવાહી ફિલિંગ સિસ્ટમ હોય છે. સ્પાન્ડેકસ નામના પદાર્થમાંથી બને છે.  
અવકાશમાં પહેરવા માટેના પ્રથમ સ્પેસસૂટ ૧૯૩૦માં બનેલા. સ્પેસસૂટ પહેરીને અવકાશમાં જનાર પ્રથમ અવકાશયાત્રી પૂરી ગેંગરીન હતો.
સ્પેસસૂટ હાર્ડ અને સોફ્ટ એમ બે પ્રકારના હોય છે. સોફ્ટસૂટ કાપડમાંથી બને છે. જ્યારે હાર્ડ સૂટ ધાતુની ફોઇલ અને બોલબેરિંગવાળા સાંધાના બને છે. વિવિધ દેશોની અવકાશ સંસ્થાઓ જુદી જુદી ડિઝાઇનના સ્પેસસૂૂટ બનાવે છે. અમેરિકાની નાસાએ ૫૦ કરતાય વધુ પ્રકારના સ્પેસશૂટ વિકસાવ્યા છે દરેક સ્પેસશૂટને અવનવા નામ પણ આપવામાં આવે છે. રશિયાની અવકાશ સંસ્થા સ્પેસસૂટને ઇગલ, હોક, ફાલ્કન એવા પક્ષીઓનાં નામ આપે છે. સ્પેસસૂટ ૧૦ કિલોથી માંડીને ૧૦૦ કિલો વજનનાં હોય છે.



No comments:

Post a Comment