Sunday, March 2, 2014

વિશ્વમાં કેટલીક સૌપ્રથમ ટેકનોલોજી સુવિધા

* પ્રથમ પબ્લીક રેડિયો પ્રસારણ ઃ રેડિયોની શોધમાં ઘણા વિજ્ઞાનીઓનો ફાળો છે. પરંતુ રેડિયો નામ લી ડીફોરેસ્ટ નામના વિજ્ઞાનીએ આપેલું. તેણે રેડિયોની શોધ નહોતી કરી પરંતુ તેણે ૧૯૧૦ના જાન્યુઆરીની ૧૩મીએ ન્યૂયોર્કમાં મેટ્રોપોલિટન ઓપેરા  હિલમાંથી પ્રથમ રેડિયો પ્રસારણ કરેલું. ૫૦૦ વોટ ટ્રાન્સમીટર દ્વારા થયેલું એ પ્રસારણ જોકે નબળું હતું.


 

* પ્રથમ સંદેશાવ્યવહાર સેટેલાઈટ ઃ અમેરિકાની નાસા દ્વારા ૧૯૬૨ના જુલાઈની ૧૦ તારીખે પૃથ્વી કોમ્યુનિકેશન સેટેલાઈટ ટેલસ્ટાર-૧ અવકાશમાં મુકાયો. આ સેટેલાઈટે પ્રથમ વાર વિશ્વભરમાં ટીવીનું પ્રસારણ કર્યું.


 
* પ્રથમ પ્રવાસી વિમાન સેવા ઃ વિમાનની શોધ થયા પછી ટિકિટ ખરીદીને પ્રવાસ કરી શકાય તેવી પ્રથમ વિમાન સેવા ૧૯૧૪ના જાન્યુઆરીની પહેલી તારીખે (નવા વર્ષે) સેન્ટ પીટ્સબર્ગ, ટામ્પા અને ફ્લોરિડા વચ્ચે શરૃ થયેલી. વિમાનની ટિકિટ જાહેર હરાજીથી વેચાયેલી. તેનો પ્રથમ પ્રવાસી સેન્ટ પીટ્સબર્ગનો પૂર્વ મેયર  હતો. તે ફ્લાઈટ ૨૫ મિનિટની હતી.




* બારકોડ સ્કેનરનો પ્રથમ ઉપયોગ ઃ ૧૯૪૦ થી ૫૦ના દાયકામાં 'બુલ્સ આઈ' નામના બારકોડનો ઉપયોગ થતો પરંતુ વેપારીઓ અને ઉદ્યોગકારોના સંગઠન દ્વારા પ્રમાણિત એકસરખા બારકોડનો ઉપયોગ ૧૯૭૪ના જૂન માસમાં ૨૬ તારીખે ઓહાયોના ટ્રોય શહેરના માર્શ સુપરમાર્કેટમાં શરૃ થયેલો. પ્રથમ બારકોડ ચ્યુઈંગમના પેકેટ ઉપર લગાડવામાં આવેલા.

No comments:

Post a Comment