Monday, May 2, 2016

મકાનો બાંધવામાં વપરાતી ઇંટ વિશે આ જાણો છો ?

             મકાનની દીવાલ ચણવા માટે પથ્થર શ્રેષ્ઠ માધ્યમ છે  અને તે જમીનમાં મેળવીને સીધો જ ઉપયોગ કરી શકાય છે. પ્રાચીન મકાનો અને કિલ્લાઓ પથ્થર વડે જ બનેલા. મકાનો બાંધવાનું કામ સરળ અને ચોકસાઇપૂર્વકનું બનાવવા માટે ઇંટનો ઉપયોગ શરૃ થયો. માટીની બનેલી લંબચોરસ ઇંટ પણ પ્રાચીનકાળથી બાંધકામમાં વપરાય છે.જમીનમાંથી મળતી માટીમાં અનેક ધાતુદ્રવ્યો હોય છે. માટીમાંથી બનતી લાલ ઇંટમાં લોહતત્ત્વ વધુ હોવાથી લાલ બને છે. માટી અને પાણીના મિશ્રણને ઢાળીને તેમાંથી લંબચોરસ ઇંટો બનાવાય છે. કાચી ઇંટને ૧૦૦૦ સેન્ટીગ્રેડ ગરમીમાં તપાવીને પકવાય છે. આ માટે મોટી ભઠ્ઠીઓ હોય છે. એલ્યુમિનિયમ અને સિલિકોન ધરાવતી માટીમાંથી પીળારંગની સિરામિક ઇંટ પણ બને છે. પરંતુ સાદી લાલ ઇંટોનો વ્યાપક ઉપયોગ થાય છે.ઇંટ સામાન્ય રીતે ૮ ઇંચ લાંબી, ૩.૫ ઇંચ પહોળી અને ૩ ઇંચ ઉચી હોય છે. વિશ્વભરના દેશોમાં થોડા ફેરફાર સાથે લગભગ આ માપની ઇંટો જ બને છે. જમીનમાંથી માટી ખોદીને તેમાંથી અશુદ્ધિઓ દૂર કરી ચાળીને શુદ્ધ માટી મેળવવામાં આવે છે. પાવડર સ્વરૃપ માટીમાં પાણી ભેળવી તેના મિશ્રણને ઘટ્ટ કણક જેવું બનાવાય છે. તેમાંથી લંબચોરસ બિબા વડે ઇંટ ઘડાય છે. ભઠ્ઠીમાં તપાવતા પહેલા તેને સૂર્યના તાપમાં સૂકવાય છે. ઇંટો બનાવવાની આ પ્રથા ૬૦૦૦ વર્ષ  અગાઉ હતી. આજે પણ આ જ પદ્ધતિથી ઇંટ બને છે.દીવાલ ચણવા માટે ઇંટોની આડી લાઇન ગોઠવાય છે. લાઇનમાં રહેલી બે ઇંટોનો સાંધો ઉપરની ઇંટની મધ્યમાં આવે તે રીતે ઉપરની ઇંટ ગોઠવાય છે. પરિણામે દીવાલનું વજન દરેક ઇંટ ઉપર સરખાભાગે વહેંચાય છે. બધી ઇંટો એક સાથે ચોંટી રહે તે માટે તેની વચ્ચે સિમેન્ટ વગેરે મેળવીને મોર્ટાર પાથરવામાં આવે છે.

સનમાઇકા શું છે ?

  • ર્નિચરને આકર્ષક બનાવવામાં સનમાઇકા ઘણું ઉપયોગી છે. રંગબેરંગી,  સુંવાળા, વોટરપ્રુફ અને ઇધઇ ન લાગે તેવા આ પાટિયા રાસાયણિક પદાર્થોમાંથી બને છે તે કોઈ વૃક્ષના લાકડાના પાટિયા નથી. 
  • સનમાઇકા ફીર્મેલ્ડીહાઇડ અને મેલામાઇન નામના રસાયણને ગરમ કરી ઘટ્ટ બનાવી ઢાળીને સુંવાળી સપાટીવાળા પાટિયા બનાવાય છે. આ પદાર્થ બનાવતી કંપનીઓએ તેને સનમાઇકા અને ફોરમાઇકા જેવા નામ આપ્યા છે.
  • માઇકા એટલે અબરખ. તમે અબરખ જોયું હશે. ચમકતી સપાટી અને અર્ધપારદર્શક અબરખની પાતળી પતરી ઘણી ઉપયોગી છે. તે ખૂબ જ ગરમી સહન કરી શકે છે અને વિદ્યુતની અવાહક છે. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, વોટર હિટર વગેરેમાં ઇન્સ્યુલેટર તરીકે તેનો ઉપયોગ થાય છે.
  • લેટિન ભાષામાં કીડી, ઉધઈ જેવા કિટકોને ફોરમાઇકા કહે છે. ફાર્મેલ્ડીહાઇલ્ડ કીડી અન ઉધઈનાશક છે એટલે સનમાઇકામાં ઉધઈ લાગતી નથી.

પેટ્રોલ વિશે આ જાણો છો ?

           પેટ્રોલ જમીનના પેટાળમાંથી મળતા ક્રૂડમાંથી મેળવાય છે. જમીનમાં સંગ્રહાયેલું ક્રુડ હજારો વર્ષ પહેલાના વનસ્પતિ અને પ્રાણીઓના મૃત અવશેષોમાંથી બનેલુ હોય છે. તેમાં અનેક પ્રકારના હાઇડ્રોકાર્બન દ્રવ્યો હોય છે. ક્રૂડનું શુદ્ધિકરણ કરીને તેમાંથી પેટ્રોલ, ડિઝલ, રાંધણગેસ, મીણ વગેરે હજારો જાતના દ્રવ્યો મેળવવામાં આવે છે. આ બધા દ્રવ્યોને પેટ્રોલિયમ પેદાશ કહે છે. ગ્રીક ભાષામાં પેટ્રો એટલે ખડક અને ઇલિયમ એટલે તેલ એ બંને શબ્દો ભેગા મળીને પેટ્રોલિયમ શબ્દ બન્યો છે.

              પેટ્રોલમાં બૂટેન દ્રવ્ય હોય છે જેને કારણે તે ઉડ્ડયનશીલ છે. બૂટેન માઇનસ પાંચ ડિગ્રી સુધીના નીચા તાપમાને પણ વરાળ બનીને હવામાં ભળે છે. એટલે જ પેટ્રોલ પણ ખુલ્લી હવામાં રાખવાથી વરાળ બની ઉડી જાય છે. આ ગુણને કારણે તે જ્વલનશીલ બન્યું છે. એટલે વાહનો માટેનું ઉત્તમ ઇંધણ બન્યું છે.

પેટ્રોલિયમનો ઉપયોગ પ્રાચીન કાળથી થાય છે. પ્રાચીન બેબિલોનમાં ઓઇલના કૂવા પણ હતા. ચોથી સદીમાં ટીનમાં વાંચ વડે કૂવામાંથી ક્રુડ મેળવાતું જેનો દવા તરીકે ઉપયોગ થતો.

વીજળીનો ભંડાર બેટરી અને પાવર સેલ

         મોબાઈલ, લેપટોપ, ઈલેક્ટ્રોનિકરમકડાં, ઘડિયાળો જેવા અનેક નાનાં સાધનો અને વાહનોમાં વીજળી પુરી પાડવા બેટરીનો ઉપયોગ થાય છે. બેટરી સાધનના પ્રમાણમાં નાની મોટી હોય છે. મોબાઈલમાં નાનકડી લંબચોરસ ડબી જેવી બેટરી હોય છે તેમાં રાસાયણિક પ્રક્રિયા વડે વીજળી પેદા થાય છે. બેટરી રિચાર્જ પણ થઈ શકે છે. વીજળી માટે સેલ પણ ઉપયોગી થાય છે. સેલમાં પણ રાસાયણિક પ્રક્રિયાથી વીજળી મળે છે. સેલ રિચાર્જ થઈ શકતા નથી. તે ઉતરી જાય ત્યારે નકામા થઈ જાય છે.
તમને નવાઈ લાગશે પણ બેટરીનો ઉપયોગ બે હજાર વર્ષ પહેલા પણ થતો હતો. ઈરાકમાં ખોદકામ દરમિયાન ઈ.સ. પૂર્વે ૨૫૦ના સમયગાળાની  બેટરી મળી આવી હતી. આ બેટરી માટીના ઘડાના આકારની છે. આજે પણ  બગદાદના મ્યુઝિયમમાં જોવા મળે છે. તેને બગદાદ  બેટરી કહે છે. પાંચ ઇંચ ઊંચી આ બેટરીમાં ખાટી દ્રાક્ષનો રસ ભરીને તેમાં તાંબાના બે સળિયા બોળી રાખીને વીજપ્રવાહ મેળવાતો.  આજે ઉપયોગમાં આવે છે તેવી બેટરીની શોધ ઈ.સ. ૧૮૦૦માં એલેસાન્ડ્રો વોલ્ટા નામના વિજ્ઞાાનીએ કરેલી.

વીજપ્રવાહ આપતી આધુનિક બેટરીમાં વિવિધ રસાયણોનો ઉપયોગ થાય છે. ઝીંક-મેંગેનિઝ બેટરી સૌથી વધુ કાર્યક્ષમ છે તે રેડિયો, કેમેરા, ટીવી જેવા સાધનોમાં ઉપયોગી થાય છે. ઝીંક અને મરક્યુરી ઓક્સાઈડવાળી બેટરી વોકીટોકી, કેલ્ક્યૂલેટર જેવા સાધનોમાં ઉપયોગી થાય છે. ઘડિયાળને સતત વીજપ્રવાહ જોઈએ તેમાં સિલ્વર ઓક્સાઈડની બેટરી વપરાય છે. લિથિયમ સલ્ફરની બેટરી બહુ ગરમ થતી નથી. સિલ્વર ઝિંકવાળી બેટરી વજનમાં હળવી અને વધુ વીજપ્રવાહ આપે છે. અવકાશના સંશોધનોમાં આ બેટરી વપરાય છે.

કમ્પ્યુટર વિશે આ જાણો છો ?

            સામાન્ય રીતે આપણે ઇન્ટરનેટ, તસવીરો, દસ્તાવેજો માટે ઉપયોગમાં લેવાય તેને જ કમ્પ્યુટર કહીએ છીએ પરંતુ મોબાઇલ ફોન, માઇક્રોવેવ, કેટલાંક રમકડાં, ઘડિયાળો વગેરેમાં પણ કમ્પ્યુટર એક હિસ્સા તરીકે હોય છે.



* ઇન્ટરનેટ વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિસ્તાર પામ્યું છે. ઇન્ટનેટ ૪ વર્ષમાં જ ૫ કરોડ લોકો સુધી પહોંચ્યું હતું. ટેલિવિઝનને પાંચ કરોડ લોકો સુધી પહોંચતા ૧૩ વર્ષ લાગેલા.
* સામાન્ય રીતે આપણે ઇન્ટરનેટ, તસવીરો, દસ્તાવેજો માટે ઉપયોગમાં લેવાય તેને જ કમ્પ્યુટર કહીએ છીએ પરંતુ મોબાઇલ ફોન, માઇક્રોવેવ, કેટલાંક રમકડાં, ઘડિયાળો વગેરેમાં પણ કમ્પ્યુટર એક હિસ્સા તરીકે હોય છે.
* ઇન્ટરનેટ પર દર મહિને લગભગ ૧૦ લાખ નવા ડોમેન રજીસ્ટર થાય છે. વિશ્વનું પ્રથમ ડોમેન સિમ્બોલિક્સ ડોટકોમ હતું.
* ઇ.સ. ૧૯૬૪માં એન્જલબર્ટે માઉસની શોધ કરી. તે લાકડાનું બનેલું હતું.
સામાન્ય રીતે માણસ મિનિટમાં ૨૦ વખત આંખ પટપટાવે છે. કમ્પ્યુટર પર બેસનારા લોકો મિનિટમાં માત્ર ૭ વખત જ આંખ પટપટાવે છે.

* સામાન્ય રીતે માણસ મિનિટમાં ૨૦ વખત આંખ પટપટાવે છે. કમ્પ્યુટર પર બેસનારા લોકો મિનિટમાં માત્ર ૭ વખત જ આંખ પટપટાવે છે.

* કોઈ પણ કમ્પ્યુટરમાં *ર્ઝ્રંગ્દ* નામનું ફોલ્ડર બનાવી શકાતું નથી તેનું રહસ્ય હજી કોઈ જાણતું નથી.

Saturday, February 27, 2016

સૂર્યપ્રકાશમાંથી વિટામિન 'ડી' કેવી રીતે બને ?

     શાકભાજી અને ફળો ખાવાથી વિટામિન એ, બી, સી, ડી વગેરે મળે. આ ખાદ્ય પદાર્થો છે અને તે ખાવાથી વિટામિન મળે તે સમજાય પરંતુ શરીરની ચામડી પર સૂર્યપ્રકાશ પડે તો તેમાંથી પણ વિટામિન ડી મળે તે નવાઈની વાત કહેવાય. આ બાબતનું કારણ જાણવા જેવું છે.સૂર્યપ્રકાશમાં સાત રંગ ઉપરાંત અલ્ટ્રા વાયોલેટ કિરણો પણ હોય છે.

આ અદૃશ્ય કિરણો આપણી ચામડી પર ઘણી અસર કરે છે. સૂર્યપ્રકાશમાં કોઈ વિટામિન હોતાં નથી. પરંતુ આપણી ચામડીના કોષોમાં હાઈડ્રોકોલોસ્ટીરોલ નામનું દ્રવ્ય હોય છે. તેના પર અલ્ટ્રાવાયોલેટ કિરણો પડે એટલે તે વિટામીન 'ડી' બનીને લોહીમાં ભળે છે. આ પ્રક્રિયા જટિલ છે. વિટામીન 'ડી' મેળવવા માટે સવારના કૂમળા તડકામાં ફરવાની સલાહ આપવામાં આવે છે.

    

Thursday, February 11, 2016

વિજ્ઞાન ના સ્લાઇડ શો...


વિજ્ઞાન વિશે નું સામાન્ય જ્ઞાન...

વિજ્ઞાન વિશે નું સામાન્ય જ્ઞાન

science
એસિલોગ્રાફ : વિદ્યુતપ્રવાહનીધ્રુજારીમાપવી
કાર્ડિયોગ્રાફ : હદયનાદબાણનીઅસરનોંધતુંસાધન
કેસ્કોગ્રાફ : વનસ્પતિનેથતાંસંવેદનોદર્શાવતુંસાધન
ટેલિગ્રાફ : તારસંદેશોનોંધનારસાધન
થર્મોગ્રાફ : દિવસનાઉષ્ણતામાનનીઅસરવાળોગ્રાફબતાવતુંસાધન
સિનેમેટોગ્રાફ : હાલતાચાલતાચિત્રનીફિલ્મબનાવતુંસાધન
સિસ્મોગ્રાફ : ધરતીકંપમાપકસાધન
કિલનોમીટર : ઢાળમાપકસાધન
કાયોમીટર : અતિનિમ્નતાપમાપકસાધન
ગેલ્વેનોમીટર :વીજમાપકસાધન
ગોનિયોમીટર : કોણમાપકસાધન
ગોસમીટર : ચુંબકત્વમાપકસાધન
ગ્રેવિમીટર : ગુરુત્વમાપકસાધન
ડેન્સીમીટર : ઘનતામાપકસાધન
પિરહેલિયોમીટર : સૂર્યકિરણમાપકસાધન
પ્લુવિયોમીટર : વર્ષામાપકસાધન
પાયરોમીટર : ઉચ્ચતાપમાપકસાધન
પ્લેનિમીટર : સમતલફલમાપકસાધન
એમીમીટર : વિદ્યુતપ્રવાહનુંબળમાપતુંસાધન
ટ્રાન્સમીટર : રેડિયોનાંવીજળીકમોજામોકલવાનુંસાધન
થર્મોમીટર : તાપમાનમાપવાનુંસાધન
માઈલોમીટર : વાહનેકાપેલઅંતરદર્શાવતુંસાધન
વોલ્ટામીટર : વિદ્યુતપૃથક્કરણકરવામાટેવપરાતુંસાધન
સ્પીડોમીટર : ગતિશીલવાહનનીગતિનોવેગદર્શાવતુંસાધન
હાઈગ્રોમીટર : હવામાંરહેલભેજમાપવાનુંસાધન
હાઈડ્રોમીટર : પ્રવાહીનીવિશિષ્ટઘનતામાપવાનુંસાધન
મેગ્નોમીટર : ચુંબકીયક્ષેત્રમાપકસાધન
ઓપ્ટોમીટર :દષ્ટિક્ષમતામાપકસાધન
પાર્યઝોમીટર : સંઘહતામાપકસાધન
ફોટોમીટર : પ્રકાશમાપકસાધન
બેકમેનથર્મોમીટર : તાપવિકારમાપકસાધન
બેરોમીટર : વાયુભારમાપકસાધન
માઈકોમીટર : સુક્ષ્મતામાપકસાધન
મેખમીટર : પરાધ્વનિવેગમાપકસાધન
રિફેકટોમીટર : વક્રીકારકતામાપકસાધન
લેકટોમીટર :દૂગ્ધઘનતામાપકસાધન
વાઈનોમીટર : મદિરામાંમધાર્કમાપકસાધન
વેરિયોમીટર : વિમાનચડઉતરમાપકસાધન
સ્ફેરોમીટર : ગોળાકારમાપકસાધન
સેલિનોમીટર : ક્ષારતામાપકસાધન

ઈન્ટરફેરોમીટર : પકાશતરંગમાપકસાધન
એટમોમીટર :  બાષ્પદરમાપકસાધન
એકિટનોમીટર : કિરણતીવ્રતામાપકસાધન
એનિમોમીટર : વાયુવેદદિશામાપકસાધન
ઓડિયોમીટર : શ્રવણશક્તિમાપકસાધન
કલરિમીટર :    વર્ણતીવ્રતામાપકસાધન
ઓલ્ટિમીટર :   ઉન્નતતામાપકસાધન
કેથેટોમીટર :   દ્રવતલતામાપકસાધન
કેલરીમીટર :   ઉષ્મામાપકસાધન
કોનોમીટર :    કાલમાપકસાધન
પિકનોમીટર :  પ્રવાહીલક્ષણમાપકસાધન
વોટ : વિદ્યુતશક્તિનો એકમ
વોલ્ટ : વિદ્યુતદબાણનો એકમ
એમ્પીયર : વિદ્યુતપ્રવાહનો એકમ
સેલ્સિયસ : તાપમાનનો એકમ
ફેરનહીટ : તાપમાનનો એકમ
કેલ્વિન : થર્મોડાયનેમિક તાપમાનનો એકમ
ન્યૂટન : એમ.કે.એસ.પદ્ધતિમાં બળનો એકમ
પાસ્કલ : દબાણ કે ભારનો એકમ
બાર : દબાણનો એકમ
નોટિકલ માઈલ : દરિયાઈ અંતર માપવાનો એકમ
મીટર : લંબાઈનો એકમ
સેકન્ડ : સમયનો એકમ
ક્યુસેક : પાણીના જથ્થાનો એકમ
એગસ્ટ્રોમ : પ્રક્શની તરંગલંબાઈનો એકમ
બેરલ : દ્રવ્ય પદાર્થો માપવા માટેનો એકમ
કેલરી : ઉષ્ણતામાનનો એકમ
કુલંબ : વીજળીનો વ્યવહારિક એકમ
ડેસિબલ : અવાજનો એકમ
ડાઇન : બળનો એકમ
અર્ગ : કાર્ય અથવા ઉર્જાનો એકમ
ફેરાડે : વિદ્યુત સંઘારક ક્ષમતાનો એકમ
ફેધમ : સમુદ્રની ઊંડાઈ માપવાનો એકમ
હર્ટઝ : આવૃત્તિનો એકમ
હાગ્સહેડ : દારૂ માપવા માટેનો એકમ
હોર્સ પાવર : શક્તિનો એકમ
જૂલ : કાર્યનો એકમ
નોટ : જહાજોની ઝડપ માપવા માટેનો એકમ
પ્રકાશવર્ષ : અવકાશી અંતર માપવા માટેનો એકમ
ઓહ્મ : વિદ્યુત અવરોધનો એકમ
ક્વિન્ટલ : વજનનું માપ દર્શાવે
કેન્ડેલા : તેજની તીવ્રતાનું માપ દર્શાવે
મોલ : પદાર્થના જથ્થાનું માપ દર્શાવે   

Astronomy :     ખગોળશાસ્ત્ર : ગ્રહોઉપગ્રહો અને અંતરીક્ષ વિશેના અભ્યાસનું શાસ્ત્ર
Anatomy :       શરીરબંધારણશાસ્ત્ર : શરીરનું અસ્થિપિંજર અને તેના બંધારણ અંગેનો અભ્યાસ  કરતુ   શાસ્ત્ર
Biology :          જીવવિજ્ઞાન : પ્રાણીઓના ભૌતિક શરીરનો અભ્યાસ કરતુ વિજ્ઞાન
Botany :        વનસ્પતિશાસ્ત્ર : જુદી જુદી વનસ્પતિની ઉત્પત્તિ અને તેનું વર્ગીકરણ શાસ્ત્ર
Agriculture:   કૃષિવિજ્ઞાન : ખેતીની બાબતોના અભ્યાસનું વિજ્ઞાન
Chemistry :    રસાયણવિજ્ઞાન : રાસાયણિક ગુણધર્મ તપાસતું વિજ્ઞાન
Cosmology :  અંતરીક્ષવિજ્ઞાન : ગ્રહોઉપગ્રહો અને અંતરીક્ષનો અભ્યાસ કરતું વિજ્ઞાન
Ecology :      પર્યાવરણવિજ્ઞાન : પ્રાણીઓમનુષ્ય અને આસપાસની સ્થિતિ વચ્ચેનો સંબંધ તપાસતુંવિજ્ઞાન
Ethology :     પ્રાણીવર્તનવિજ્ઞાન : પ્રાણીના વર્તન અંગેનું વિજ્ઞાન
Genetics :      ઉત્પત્તિશાસ્ત્ર : જીવશાસ્ત્રની શાખાઅણું અને ઉત્પત્તિનું વિશ્લેષણ કરતું શાસ્ત્ર
Gynaecology : સ્ત્રી-રોગશાસ્ત્ર : સ્ત્રીઓની માંદગી અને પ્રસૂતિ અંગેનો અભ્યાસ કરતું શાસ્ત્ર
Histology :    હિસ્ટોલોજી : જીવંત એકમના અભ્યાસનું શાસ્ત્ર
Horticulture : બાગાયતશાસ્ત્ર : ફળફૂલશાકભાજી અંગેનું વિજ્ઞાન
Hydrology :   જળવિજ્ઞાન : પાણીનોતેની ઉત્પત્તિ અને લક્ષણોનું વિજ્ઞાન
Hygiene :     આરોગ્યવિજ્ઞાન : આરોગ્ય અને સ્વચ્છતાની બાબતોનું વિજ્ઞાન
Geology :     ભૂસ્તરશાસ્ત્ર : ખડકો અને જમીનના સ્તરોના અભ્યાસનું શાસ્ત્ર
Metallurgy : ધાતુવિજ્ઞાન : વિવિધ ધાતુઓની ઉત્પત્તિસંશોધનશુદ્ધિકરણ વિજ્ઞાન
Microbiology : જંતુવિજ્ઞાન : સૂક્ષ્મ જીવાણું બેક્ટેરિયા વગેરેનો અભ્યાસ કરતું વિજ્ઞાન
Neurology :  જ્ઞાનતંતુશાસ્ત્ર : મગજના વિવિધ ભાગો અને તેની ક્રિયાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર
Optics :        પ્રકાશવિજ્ઞાન : પ્રકાશનાં લક્ષણોનો અભ્યાસ કરતું વિજ્ઞાન
Orthopaedics : અસ્થિવિજ્ઞાન : હાડકાં અને તેને લગતા રોગોનું વિજ્ઞાન
Pathology :  વિકૃતિશાસ્ત્ર : વિવિધ વિકૃતિઓ અને બિમારીઓનું શાસ્ત્ર
Phonetics :  વાણીશાસ્ત્ર : વાણી કેવી રીતે ઉત્પન્ન થાય છે તેનો અભ્યાસ કરતું શાસ્ત્ર
Physics :   ભૌતિકવિજ્ઞાન : પદાર્થોના ગુણધર્મોનો અભ્યાસ કરતું વિજ્ઞાન
Phyhiology : જીવવિજ્ઞાન : જીવોની ઉત્પત્તિ અને એમનાં અંગઉપાંગોના અભ્યાસનું વિજ્ઞાન
Phychology : માનસશાસ્ત્ર : પ્રાણી અને મનુષ્યના વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર
Radiology : કિરણોત્સર્ગશાસ્ત્ર : કિરણોત્સર્ગ પદાર્થોનું શાસ્ત્ર
Seisomology : ભૂકંપશાસ્ત્ર : ધરતીકંપ અને તેની સાથે સંકળાયેલી ઘટનાઓનો અભ્યાસ કરતુંશાસ્ત્ર
Topography :  ભૂશાસ્ત્ર : જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતું શાસ્ત્ર
Pharmacology : ઔષધવિજ્ઞાન : ઔષધો તેમનું બંધારણ અને ઉપયોગિતાની ચર્ચા કરતુંવિજ્ઞા
Paediatrics :   બાળરોગવિજ્ઞાન : બાળકોના વિવિધ રોગોની સારવાર કરતું વિજ્ઞાન
Meteorology :  હવામાનશાસ્ત્ર : હવામાનનાં લક્ષણો અને ફેરફારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર
Oceanography : સામુદ્રિકવિજ્ઞાન : સમુદ્રનાં પ્રવાહોજીવોતોફાનો વગેરેનું વિજ્ઞાન
Zoology :      પ્રાણીવિજ્ઞાન : પ્રાણીઓની ઉત્પત્તિના પ્રકારોનું વિજ્ઞાન
Sericulture :  રેશમશાસ્ત્ર : રેશમના કીડા ઉછેરનું શાસ્ત્ર.