Monday, May 2, 2016

પેટ્રોલ વિશે આ જાણો છો ?

           પેટ્રોલ જમીનના પેટાળમાંથી મળતા ક્રૂડમાંથી મેળવાય છે. જમીનમાં સંગ્રહાયેલું ક્રુડ હજારો વર્ષ પહેલાના વનસ્પતિ અને પ્રાણીઓના મૃત અવશેષોમાંથી બનેલુ હોય છે. તેમાં અનેક પ્રકારના હાઇડ્રોકાર્બન દ્રવ્યો હોય છે. ક્રૂડનું શુદ્ધિકરણ કરીને તેમાંથી પેટ્રોલ, ડિઝલ, રાંધણગેસ, મીણ વગેરે હજારો જાતના દ્રવ્યો મેળવવામાં આવે છે. આ બધા દ્રવ્યોને પેટ્રોલિયમ પેદાશ કહે છે. ગ્રીક ભાષામાં પેટ્રો એટલે ખડક અને ઇલિયમ એટલે તેલ એ બંને શબ્દો ભેગા મળીને પેટ્રોલિયમ શબ્દ બન્યો છે.

              પેટ્રોલમાં બૂટેન દ્રવ્ય હોય છે જેને કારણે તે ઉડ્ડયનશીલ છે. બૂટેન માઇનસ પાંચ ડિગ્રી સુધીના નીચા તાપમાને પણ વરાળ બનીને હવામાં ભળે છે. એટલે જ પેટ્રોલ પણ ખુલ્લી હવામાં રાખવાથી વરાળ બની ઉડી જાય છે. આ ગુણને કારણે તે જ્વલનશીલ બન્યું છે. એટલે વાહનો માટેનું ઉત્તમ ઇંધણ બન્યું છે.

પેટ્રોલિયમનો ઉપયોગ પ્રાચીન કાળથી થાય છે. પ્રાચીન બેબિલોનમાં ઓઇલના કૂવા પણ હતા. ચોથી સદીમાં ટીનમાં વાંચ વડે કૂવામાંથી ક્રુડ મેળવાતું જેનો દવા તરીકે ઉપયોગ થતો.

No comments:

Post a Comment