Monday, May 2, 2016

મકાનો બાંધવામાં વપરાતી ઇંટ વિશે આ જાણો છો ?

             મકાનની દીવાલ ચણવા માટે પથ્થર શ્રેષ્ઠ માધ્યમ છે  અને તે જમીનમાં મેળવીને સીધો જ ઉપયોગ કરી શકાય છે. પ્રાચીન મકાનો અને કિલ્લાઓ પથ્થર વડે જ બનેલા. મકાનો બાંધવાનું કામ સરળ અને ચોકસાઇપૂર્વકનું બનાવવા માટે ઇંટનો ઉપયોગ શરૃ થયો. માટીની બનેલી લંબચોરસ ઇંટ પણ પ્રાચીનકાળથી બાંધકામમાં વપરાય છે.જમીનમાંથી મળતી માટીમાં અનેક ધાતુદ્રવ્યો હોય છે. માટીમાંથી બનતી લાલ ઇંટમાં લોહતત્ત્વ વધુ હોવાથી લાલ બને છે. માટી અને પાણીના મિશ્રણને ઢાળીને તેમાંથી લંબચોરસ ઇંટો બનાવાય છે. કાચી ઇંટને ૧૦૦૦ સેન્ટીગ્રેડ ગરમીમાં તપાવીને પકવાય છે. આ માટે મોટી ભઠ્ઠીઓ હોય છે. એલ્યુમિનિયમ અને સિલિકોન ધરાવતી માટીમાંથી પીળારંગની સિરામિક ઇંટ પણ બને છે. પરંતુ સાદી લાલ ઇંટોનો વ્યાપક ઉપયોગ થાય છે.ઇંટ સામાન્ય રીતે ૮ ઇંચ લાંબી, ૩.૫ ઇંચ પહોળી અને ૩ ઇંચ ઉચી હોય છે. વિશ્વભરના દેશોમાં થોડા ફેરફાર સાથે લગભગ આ માપની ઇંટો જ બને છે. જમીનમાંથી માટી ખોદીને તેમાંથી અશુદ્ધિઓ દૂર કરી ચાળીને શુદ્ધ માટી મેળવવામાં આવે છે. પાવડર સ્વરૃપ માટીમાં પાણી ભેળવી તેના મિશ્રણને ઘટ્ટ કણક જેવું બનાવાય છે. તેમાંથી લંબચોરસ બિબા વડે ઇંટ ઘડાય છે. ભઠ્ઠીમાં તપાવતા પહેલા તેને સૂર્યના તાપમાં સૂકવાય છે. ઇંટો બનાવવાની આ પ્રથા ૬૦૦૦ વર્ષ  અગાઉ હતી. આજે પણ આ જ પદ્ધતિથી ઇંટ બને છે.દીવાલ ચણવા માટે ઇંટોની આડી લાઇન ગોઠવાય છે. લાઇનમાં રહેલી બે ઇંટોનો સાંધો ઉપરની ઇંટની મધ્યમાં આવે તે રીતે ઉપરની ઇંટ ગોઠવાય છે. પરિણામે દીવાલનું વજન દરેક ઇંટ ઉપર સરખાભાગે વહેંચાય છે. બધી ઇંટો એક સાથે ચોંટી રહે તે માટે તેની વચ્ચે સિમેન્ટ વગેરે મેળવીને મોર્ટાર પાથરવામાં આવે છે.

સનમાઇકા શું છે ?

  • ર્નિચરને આકર્ષક બનાવવામાં સનમાઇકા ઘણું ઉપયોગી છે. રંગબેરંગી,  સુંવાળા, વોટરપ્રુફ અને ઇધઇ ન લાગે તેવા આ પાટિયા રાસાયણિક પદાર્થોમાંથી બને છે તે કોઈ વૃક્ષના લાકડાના પાટિયા નથી. 
  • સનમાઇકા ફીર્મેલ્ડીહાઇડ અને મેલામાઇન નામના રસાયણને ગરમ કરી ઘટ્ટ બનાવી ઢાળીને સુંવાળી સપાટીવાળા પાટિયા બનાવાય છે. આ પદાર્થ બનાવતી કંપનીઓએ તેને સનમાઇકા અને ફોરમાઇકા જેવા નામ આપ્યા છે.
  • માઇકા એટલે અબરખ. તમે અબરખ જોયું હશે. ચમકતી સપાટી અને અર્ધપારદર્શક અબરખની પાતળી પતરી ઘણી ઉપયોગી છે. તે ખૂબ જ ગરમી સહન કરી શકે છે અને વિદ્યુતની અવાહક છે. ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, વોટર હિટર વગેરેમાં ઇન્સ્યુલેટર તરીકે તેનો ઉપયોગ થાય છે.
  • લેટિન ભાષામાં કીડી, ઉધઈ જેવા કિટકોને ફોરમાઇકા કહે છે. ફાર્મેલ્ડીહાઇલ્ડ કીડી અન ઉધઈનાશક છે એટલે સનમાઇકામાં ઉધઈ લાગતી નથી.

પેટ્રોલ વિશે આ જાણો છો ?

           પેટ્રોલ જમીનના પેટાળમાંથી મળતા ક્રૂડમાંથી મેળવાય છે. જમીનમાં સંગ્રહાયેલું ક્રુડ હજારો વર્ષ પહેલાના વનસ્પતિ અને પ્રાણીઓના મૃત અવશેષોમાંથી બનેલુ હોય છે. તેમાં અનેક પ્રકારના હાઇડ્રોકાર્બન દ્રવ્યો હોય છે. ક્રૂડનું શુદ્ધિકરણ કરીને તેમાંથી પેટ્રોલ, ડિઝલ, રાંધણગેસ, મીણ વગેરે હજારો જાતના દ્રવ્યો મેળવવામાં આવે છે. આ બધા દ્રવ્યોને પેટ્રોલિયમ પેદાશ કહે છે. ગ્રીક ભાષામાં પેટ્રો એટલે ખડક અને ઇલિયમ એટલે તેલ એ બંને શબ્દો ભેગા મળીને પેટ્રોલિયમ શબ્દ બન્યો છે.

              પેટ્રોલમાં બૂટેન દ્રવ્ય હોય છે જેને કારણે તે ઉડ્ડયનશીલ છે. બૂટેન માઇનસ પાંચ ડિગ્રી સુધીના નીચા તાપમાને પણ વરાળ બનીને હવામાં ભળે છે. એટલે જ પેટ્રોલ પણ ખુલ્લી હવામાં રાખવાથી વરાળ બની ઉડી જાય છે. આ ગુણને કારણે તે જ્વલનશીલ બન્યું છે. એટલે વાહનો માટેનું ઉત્તમ ઇંધણ બન્યું છે.

પેટ્રોલિયમનો ઉપયોગ પ્રાચીન કાળથી થાય છે. પ્રાચીન બેબિલોનમાં ઓઇલના કૂવા પણ હતા. ચોથી સદીમાં ટીનમાં વાંચ વડે કૂવામાંથી ક્રુડ મેળવાતું જેનો દવા તરીકે ઉપયોગ થતો.

વીજળીનો ભંડાર બેટરી અને પાવર સેલ

         મોબાઈલ, લેપટોપ, ઈલેક્ટ્રોનિકરમકડાં, ઘડિયાળો જેવા અનેક નાનાં સાધનો અને વાહનોમાં વીજળી પુરી પાડવા બેટરીનો ઉપયોગ થાય છે. બેટરી સાધનના પ્રમાણમાં નાની મોટી હોય છે. મોબાઈલમાં નાનકડી લંબચોરસ ડબી જેવી બેટરી હોય છે તેમાં રાસાયણિક પ્રક્રિયા વડે વીજળી પેદા થાય છે. બેટરી રિચાર્જ પણ થઈ શકે છે. વીજળી માટે સેલ પણ ઉપયોગી થાય છે. સેલમાં પણ રાસાયણિક પ્રક્રિયાથી વીજળી મળે છે. સેલ રિચાર્જ થઈ શકતા નથી. તે ઉતરી જાય ત્યારે નકામા થઈ જાય છે.
તમને નવાઈ લાગશે પણ બેટરીનો ઉપયોગ બે હજાર વર્ષ પહેલા પણ થતો હતો. ઈરાકમાં ખોદકામ દરમિયાન ઈ.સ. પૂર્વે ૨૫૦ના સમયગાળાની  બેટરી મળી આવી હતી. આ બેટરી માટીના ઘડાના આકારની છે. આજે પણ  બગદાદના મ્યુઝિયમમાં જોવા મળે છે. તેને બગદાદ  બેટરી કહે છે. પાંચ ઇંચ ઊંચી આ બેટરીમાં ખાટી દ્રાક્ષનો રસ ભરીને તેમાં તાંબાના બે સળિયા બોળી રાખીને વીજપ્રવાહ મેળવાતો.  આજે ઉપયોગમાં આવે છે તેવી બેટરીની શોધ ઈ.સ. ૧૮૦૦માં એલેસાન્ડ્રો વોલ્ટા નામના વિજ્ઞાાનીએ કરેલી.

વીજપ્રવાહ આપતી આધુનિક બેટરીમાં વિવિધ રસાયણોનો ઉપયોગ થાય છે. ઝીંક-મેંગેનિઝ બેટરી સૌથી વધુ કાર્યક્ષમ છે તે રેડિયો, કેમેરા, ટીવી જેવા સાધનોમાં ઉપયોગી થાય છે. ઝીંક અને મરક્યુરી ઓક્સાઈડવાળી બેટરી વોકીટોકી, કેલ્ક્યૂલેટર જેવા સાધનોમાં ઉપયોગી થાય છે. ઘડિયાળને સતત વીજપ્રવાહ જોઈએ તેમાં સિલ્વર ઓક્સાઈડની બેટરી વપરાય છે. લિથિયમ સલ્ફરની બેટરી બહુ ગરમ થતી નથી. સિલ્વર ઝિંકવાળી બેટરી વજનમાં હળવી અને વધુ વીજપ્રવાહ આપે છે. અવકાશના સંશોધનોમાં આ બેટરી વપરાય છે.

કમ્પ્યુટર વિશે આ જાણો છો ?

            સામાન્ય રીતે આપણે ઇન્ટરનેટ, તસવીરો, દસ્તાવેજો માટે ઉપયોગમાં લેવાય તેને જ કમ્પ્યુટર કહીએ છીએ પરંતુ મોબાઇલ ફોન, માઇક્રોવેવ, કેટલાંક રમકડાં, ઘડિયાળો વગેરેમાં પણ કમ્પ્યુટર એક હિસ્સા તરીકે હોય છે.* ઇન્ટરનેટ વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વિસ્તાર પામ્યું છે. ઇન્ટનેટ ૪ વર્ષમાં જ ૫ કરોડ લોકો સુધી પહોંચ્યું હતું. ટેલિવિઝનને પાંચ કરોડ લોકો સુધી પહોંચતા ૧૩ વર્ષ લાગેલા.
* સામાન્ય રીતે આપણે ઇન્ટરનેટ, તસવીરો, દસ્તાવેજો માટે ઉપયોગમાં લેવાય તેને જ કમ્પ્યુટર કહીએ છીએ પરંતુ મોબાઇલ ફોન, માઇક્રોવેવ, કેટલાંક રમકડાં, ઘડિયાળો વગેરેમાં પણ કમ્પ્યુટર એક હિસ્સા તરીકે હોય છે.
* ઇન્ટરનેટ પર દર મહિને લગભગ ૧૦ લાખ નવા ડોમેન રજીસ્ટર થાય છે. વિશ્વનું પ્રથમ ડોમેન સિમ્બોલિક્સ ડોટકોમ હતું.
* ઇ.સ. ૧૯૬૪માં એન્જલબર્ટે માઉસની શોધ કરી. તે લાકડાનું બનેલું હતું.
સામાન્ય રીતે માણસ મિનિટમાં ૨૦ વખત આંખ પટપટાવે છે. કમ્પ્યુટર પર બેસનારા લોકો મિનિટમાં માત્ર ૭ વખત જ આંખ પટપટાવે છે.

* સામાન્ય રીતે માણસ મિનિટમાં ૨૦ વખત આંખ પટપટાવે છે. કમ્પ્યુટર પર બેસનારા લોકો મિનિટમાં માત્ર ૭ વખત જ આંખ પટપટાવે છે.

* કોઈ પણ કમ્પ્યુટરમાં *ર્ઝ્રંગ્દ* નામનું ફોલ્ડર બનાવી શકાતું નથી તેનું રહસ્ય હજી કોઈ જાણતું નથી.

Saturday, February 27, 2016

સૂર્યપ્રકાશમાંથી વિટામિન 'ડી' કેવી રીતે બને ?

     શાકભાજી અને ફળો ખાવાથી વિટામિન એ, બી, સી, ડી વગેરે મળે. આ ખાદ્ય પદાર્થો છે અને તે ખાવાથી વિટામિન મળે તે સમજાય પરંતુ શરીરની ચામડી પર સૂર્યપ્રકાશ પડે તો તેમાંથી પણ વિટામિન ડી મળે તે નવાઈની વાત કહેવાય. આ બાબતનું કારણ જાણવા જેવું છે.સૂર્યપ્રકાશમાં સાત રંગ ઉપરાંત અલ્ટ્રા વાયોલેટ કિરણો પણ હોય છે.

આ અદૃશ્ય કિરણો આપણી ચામડી પર ઘણી અસર કરે છે. સૂર્યપ્રકાશમાં કોઈ વિટામિન હોતાં નથી. પરંતુ આપણી ચામડીના કોષોમાં હાઈડ્રોકોલોસ્ટીરોલ નામનું દ્રવ્ય હોય છે. તેના પર અલ્ટ્રાવાયોલેટ કિરણો પડે એટલે તે વિટામીન 'ડી' બનીને લોહીમાં ભળે છે. આ પ્રક્રિયા જટિલ છે. વિટામીન 'ડી' મેળવવા માટે સવારના કૂમળા તડકામાં ફરવાની સલાહ આપવામાં આવે છે.

    

Thursday, February 11, 2016

વિજ્ઞાન ના સ્લાઇડ શો...