Sunday, March 9, 2014

કમ્પ્યુટરની 'રેમ'નો શોધક ....... જે રાઇટ ફોરેસ્ટર

             કમ્પ્યુટરના સંચાલનમાં 'રેમ' ની ભૂમિકા મહત્વની છે. રેમ એટલે રેન્ડમ એકસેસ મેમરી. સીપીયુમાં લાંબી પટ્ટી જેવી આ ચીપ કામચલાઉ ડેટા સંગ્રહ કરે છે. વીજપ્રવાહ હોય ત્યારે તે સક્રિય હોય છે. રેમનું કામ મુખ્ય પ્રોસેસરનો બોજ ઓછો કરવાનું છે અને ઝડપ વધારવાનું છે. આધુનિક કમ્પ્યુટરમાં એસડી કે એચડી એવા ઘણાં પ્રકારની રેમ ઉપયોગમાં લેવાય છે. તેની ક્ષમતા મેગા બાઇટમાં હોય છે. રેમની શોધના મૂળમાં જે રાઇટ ફોરેસ્ટરે શોધેલું મલ્ટી કોઓર્ડીનેટ ડીજીટલી ઇન્ફર્મેશન સ્ટોરેજ ડિવાઇસ છે. ૧૯૪૦માં આ સ્ટોરેજ ડિવાઇસની શોધ કરી હતી. ફોરેસ્ટરે પ્રથમ કમ્પ્યુટર ગ્રાફિકની શોધ પણ કરેલી.જે રાઇટ ફોરેસ્ટરનો જન્મ ઇ.સ.૧૯૧૮ના જુલાઇની ૧૪ તારીખે અમેરિકાના નેબ્રાસ્કાના એન્સેલેમો ગામે થયો હતો. તેનો પરિવાર ગામની બહાર ફાર્મ હાઉસમાં રહેતો હતો. જ્યાં વીજળી નહોતી. હાઇસ્કૂલમાં ભણતા ફોરેસ્ટરે કાટના ભંગાર સ્પેરપાર્ટસનો ઉપયોગ કરીને પવનચક્કી બનાવી ઘરમાં ૧૨ વોલ્ટ ઇલેક્ટ્રીકસીટી પેદા કરે તેવું જનરેટર બનાવ્યું અને તેના ઘરમાં વીજળીના દીવા કર્યા, આમ બાળવયથી તેને ઇલેક્ટ્રીક અને ઇલેક્ટ્રોનિકમાં ઊંડો રસ હતો.માસાચ્યુસેટ્સ ઇન્સ્ટીટયુટમાં અભ્યાસ કર્યા બાદ તેણે ઇલેક્ટ્રીક અને કમ્પ્યુટર એન્જિનિયરીંગમાં ઊંડાં સંશોધનો કર્યા અને રેમનું પ્રાથમિક સ્વરૃપ વિકસાવ્યું. તે માસાચ્યુસેટ્સ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં પ્રોફેસર તરીકે જોડાયો અને જીવનભર સેવાઓ આપી.  ૧૯૫૧માં તેણે રેન્ડમ એક્સેસ મેગ્નેટિક કોર મેમરીની શોધ કરી.ફોરેસ્ટર સિસ્ટમ ડાઇનેમિકલની શોધ કરેલી. ફોરેસ્ટરે ઇલેક્ટ્રોનિકના અભ્યાસક્રમમાં ઉપયોગી થાય તેવા સંખ્યાબંધ પુસ્તકો  લખ્યાં હતાં. ૯૫ વર્ષની ઉંમરે આજે પણ તેઓ સિસ્ટમ ડાઇનેમિકલના શૈક્ષણિક કાર્યને વિકસાવી રહ્યા છે.



No comments:

Post a Comment