Sunday, March 9, 2014

પ્રકાશ અને રંગોનું વિજ્ઞાન

               સૂર્યનાં કિરણો સામાન્ય રીતે સફેદ દેખાય છે પરંતુ સફેદ કિરણોમાં ઘણા બધા રંગો હોય છે. આપણ તેમાંના સાત રંગોને મેઘધનુષમાં જોઈ શકીએ છીએ. આપણી આસપાસ રહેલી વસ્તુઓ વિવિધ રંગની હોય છે. દરેક વસ્તુ ઉપર પડતાં સૂર્યપ્રકાશનું પરાવર્તન થઈ અપણી આંખમાં પ્રવેશે ત્યારે તે ચીજ આપણને દેખાય છે. સૂર્યપ્રકાશ વિના અંધારામાં આપણને કંઈ દેખાય નહીં. દરેક વસ્તુ ઉપર સૂર્યનાં કિરણ પડે ત્યારે વસ્તુની સપાટી કેટલાક રંગોને શોષી લઈને બાકીના રંગ જ પરાવર્તિત કરે છે. એટલે આપણને તે વસ્તુ સાત પૈકીના કોઈ એક કે બે રંગની દેખાય છે. જે વસ્તુ બધા જ કિરણોને શોષીને માત્ર લાલ રંગ પરાવર્તિત કરે તે વસ્તુ લાલ દેખાય. પારદર્શક કાચ કે પાણી સૂર્યપ્રકાશના તમામ રંગોનું શોષણ કરી લે છે એટલે તે રંગ વિનાના દેખાય છે.
સૂર્ય પ્રકાશની ગેરહાજરીમાં તે રાત્રે આપણે મીણબત્તી, દીવા કે ઈલેક્ટ્રીક બલ્બ કે ટયુબનો પ્રકાશ મેળવીએ છીએ. આ વસ્તુઓ પ્રકાશનાં કિરણો ફેલાવે છે. ઘણી વાર રંગીન પ્રકાશ ફેલાવતાં બલ્બ પણ જોવા મળે ત્યારે તેના પ્રકાશમાં આસપાસની વસ્તુઓ પણ લાલ, લીલી કે ભૂરી દેખાય છે.



No comments:

Post a Comment