Sunday, March 9, 2014

પૃથ્વીનું ધરીભ્રમણ અને પ્રદક્ષિણા

સૂર્ય, ચંદ્ર, અને તારા દરરોજ પૂર્વ દિશામાં ઊગે છે અને પશ્ચિમમાં આથમે છે. પૃથ્વી પોતાની ધરી પર ભમરડાની જેમ ચક્રાકાર ફરે છે. એટલે બાકીના અવકાશી પદાર્થો આપણને ઊગતા અને આથમતા દેખાય છે પૃથ્વી પરના જે દેશો સૂર્યની  સામે હોય ત્યાં દિવસ હોય છે, પૃથ્વી ધરી પર ફરતી હોવા ઉપરાંત સૂર્યની આસપાસ પરિક્રમા પણ કરે છે. પૃથ્વીની ધરી ૨૩.૫ ડિગ્રી નમેલી રાખીને પ્રદક્ષિણા કરે છે. ધરી ત્રાંસી હોવાથી પ્રદક્ષિણા દરમિયાન એવી સ્થિતિ આવે છે કે ઉત્તર ગોળાર્ધના દેશોમાં ગરમી અને દક્ષિણ ગોળાર્ધના દેશોમાં ઠંડી હોય છે. દર છ મહિને આ સ્થિતિ બદલાય છે. ધરી ત્રાંસી હોવાના કારણે જ ઉનાળામાં દિવસ લાંબો અને શિયાળાનો દિવસ ટૂંકો હોય છે. વળી સૂર્ય પૂર્વમાં એક જ સ્થળેથી ઊગતો દેખાતો નથી. શિયાળામાં તે થોડી દક્ષિણ દિશા તરફથી ઊગીને પશ્ચિમ તરફ જાય છે. ઉત્તરાયણ પછી સૂર્ય થોડી ઉત્તર તરફ ઊગીને પશ્ચિમ તરફ જતો હોય તેમ લાગે છે. પૃથ્વીથી સૂર્ય સુધી એક સીધી લીટી દોરીએ તો તે સૂર્યને પાર કરીને વિવિધ તારા તરફ લંબાય. દર મહિને આ તારાઓ બદલાય છે. સૂર્ય આવા તારામંડળોમાંથી પસાર થતો હોય તેવું લાગે. તેને રાશિમાંથી પસાર થયો તેમ કહેવાય છે.



No comments:

Post a Comment