Sunday, March 9, 2014

સુપર કમ્પ્યુટરમાં શું હોય છે ?

          કમ્પ્યુટર ઝડપથી કામ કરવા માટે જાણીતું છે પરંતુ સુપર કમ્પ્યુટર તો વીજળીવેગે કામ કરે છે. આ સુપર કમ્પ્યુટરની રચના જાણવા જેવી છે.દરેક કમ્પ્યુટરમાં માહિતીનું પૃથ્થકરણ કરવા માટે સેન્ટ્રલ પ્રોસેસીંગ યુનિટ હોય છે. વિદ્યુતપ્રવાહની વધઘટ એ પ્રોસેસની મુખ્ય ચાવી છે. વાયરમાં વીજપ્રવાહ પ્રકાશની ઝડપે ગતિ કરે છે. સુપર કમ્પ્યુટરમાં પ્રોસેસીંગ યુનિટમાં વીજપ્રવાહની ઝડપ વધુમાં વધુ જળવાય તેવી ગોઠવણ હોય છે. પ્રોસેસીંગ યુનિટની ચીપ જેટલી નાની એમ વીજપ્રવાહને અંતર પણ ટૂંકુ કાપવું પડે. સેકંડના હજારમાં ભાગરેનીય ગણતરી થાય. સુપર કમ્પ્યુટરમાં નાની ચીપવાળા પ્રોસેસિંગ યુનિટનો સમૂહ હોય છે. આ બધાં જ યુનિટ સાથે મળીને મુખ્ય યુનિટને માહિતી આપે છે. એટલે સુપર કમ્પ્યુટર સાદા કમ્પ્યુટર કરતા હજારો ગણી ક્ષમતાવાળા બને છે.સુપર કમ્પ્યુટર ચાલુ હોય ત્યારે અતિશય ગરમ થાય છે જેને સાદા એરકંડિશન્ડ કામ આવે નહીં તે માટે રાસાયણિક કૂલિંગ સિસ્ટમ રાખવી પડે છે. પુષ્કળ માહિતીનું ઝડપથી પૃથક્કરણ કરવું હોય ત્યારે આ કમ્પ્યુટર કામ આવે છે.  હવામાનની વિવિધ માહિતી અને આંકડાઓનું પૃથક્કરણ વસતી ગણતરીની વિવિધ તારવણી જેવાં મોટાં કામ ગણતરીની સેકંડમાં આ કમ્પ્યુટર દ્વારા થાય છે. સુપર કમ્પ્યુટર કદમાં મોટાં અને વજનદાર બને છે. ભારતનું પ્રથમ સુપર કમ્પ્યુટર ૯ ટન વજનનું છે અને સેકંડમાં ૧૦૦૦ અબજ ગણતરીઓ કરી શકે છે.



No comments:

Post a Comment