Sunday, March 2, 2014

વિશ્વવિખ્યાત ખગોળશાસ્ત્રી આચાર્ય આર્યભટ્ટ

વિશ્વવિખ્યાત ખગોળશાસ્ત્રી આચાર્ય આર્યભટ્ટ - જન્મ દિવસ (21 માર્ચ ) પર એક પરિચય !!


ખગોળ શાસ્ત્ર  નો અર્થ છે ગ્રહ, નક્ષત્ર ની સ્થિતિ અને ગતિ ને આધારે પંચાંગ નું નિર્માણ, જેના વડે શુભ કાર્યો માટે ઉચિત મુહુર્ત  સહાય . આ ક્ષેત્ર માં ભારતનું નામનાં ડંકા દુનિયામાં વગાડનારા વૈજ્ઞાનિક આર્યભટ્ટ નાં સમયમાં અંગ્રેજી તિથિઓ પ્રચલિત ન હતી .
પોતાના એક ગ્રંથમાં એમને કલિયુગ નાં 3,600 વર્ષ પછી માધ્યમ મેષ સંક્રાંતિ એ પોતાની આયુ 23 વર્ષ બતાવી હતી . એ આધારે વિદ્વાન એમની જન્મતિથી 21 માર્ચ 476 ઈ . મને છે .
એમના જનસ્થાન વિષે પણ વિદ્વાનો અને ઈતિહાસકારોમાં મતભેદ છે . એમને સ્વયં  પોતાનું જન્મસ્થાન કુસુમપુર જણાવ્યું છે . કુસુમપુર નો અર્થ ફૂલોનું નગર . એને વિદ્વાનો આજકાલ પાટલીપુત્ર અથવા પાતાના જણાવે છે . 973 ઈ. માં ભારત આવેલ પર્શિયા નાં વિદ્વાન અલ્બેરુની એ પણ પોતાની યાત્રા વર્ણન માં 'કુસુમપુર ના આર્યભટ્ટ'  ની ચર્ચા અનેક સ્થાનો પર કરી છે .
ઘણા વિદ્વાનો નો મત એવો છે કે એમના પંચાંગ નું પ્રચલન ઉત્તર ની અપેક્ષા દક્ષીણ માં અધિક છે, માટે કુસુમપુર કોઈ દક્ષીણ ભારતીય નગર હશે . અમુક લોકો એને વિન્ધ્ય પર્વત નાં દક્ષીણ માં વહેતી નર્મદા અને ગોદાવરી ની વચ્ચેનું કોઈ સ્થાન બતાવે છે .અમુક વિદ્વાનો આર્યભટ્ટ ને કેરલ નિવાસી માને છે .

જોવા જઈએ તો આર્યભટ્ટ ગણિત, ખગોળ કે જ્યોતિષ નાં ક્ષેત્ર માં પહેલા ભારતોય વૈજ્ઞાનિક નાતા; પણ એમના સમય સુધી જૂની અધિકાંશ ગનાનાઓ અને માન્યતાઓ વિફળ થઇ ચુકી હતી .પૈતામાહ સિધ્ધાંત, સૌર સિધ્ધાંત, વશિષ્ઠ સિધ્ધાંત,  રુમક સિધ્ધાંત અને પૌલિશ  સિધ્ધાંત એમ પાંચેવ સિદ્ધાંતો જુના થઇ ચુક્યા હતા . એમના બતાવ્યા પ્રમાણે ગ્રહો ની સ્થિતિ, અને ગ્રહોના સમય વગેરે ની પ્રત્યક્ષ સ્થિતિ માં ઘણું અંતર મળતું હતું। આજ કારણે ભારતીય જ્યોતિષ ઓઅર થી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો।એવામાં લોકો આને અવૈજ્ઞાનિક અને અપૂર્ણ માની વિદેશી અને વિધર્મી પંચાંગો તરફ ઝૂકવા લાગ્યા હતા . 
 આચાર્ય આર્યભટ્ટે અ સ્થિતિ ને સમજી અ શાસ્ત્ર નું ગહન અધ્યયન કર્યું અને એની ત્રુટીઓ ને દુર્કારી નવા પ્રકારે જનતા સામે પ્રસ્તુત કર્યું . એમને પૃથ્વી તથા અન્ય ગ્રહો ની પોતાની ધુરી તથા સૂર્ય ની આસપાસ ભ્રમણ કરવાની ગતિ ના આધારે પોતાની ગણનાઓ કરી .
 એનાથી લોકો ને ફરીથી ભારતીય ખગોળીય અને જ્યોતિષ પર વિશ્વાસ જામી ગયો . એજ કારણથી લોકો એને ભારતીય ખગોળશાસ્ત્ર નાં પ્રવર્તક પણ માને છે . એમને એક સ્થાન પર સ્વયં  ને 'કુલપ આર્યભટ્ટ' કહ્યા છે . એનો અર્થ અમુક વિદ્વાનો એ કરે છે કે તેઓ નાલંદા વિશ્વવિદ્યાલય નાં કુલપતિ પણ હતા .
 એમનો ગ્રંથ 'આર્યભટિયમ' દ્વારા આપણને એમની મહત્વપૂર્ણ શોધ અને સંશોધનો ની જાણકારી મળે છે. એમાં કુલ 121 શ્લોક છે, જેને ગીતીકાપાડ, ગણીતપાદ, કાલક્રીયાપાદ  અને ગોલાપાદ  નામક ચાર ભાગો માં વહેંચાયેલ છે.  
વૃત્ત ની પરિધિ અને એનો વ્યાસ નાં સંબંધ ને 'પાઈ' કહે છે . આર્યભટ્ટ દ્વારા બતાવાયેલ એના માપનેજ  આજે પણ ગણિત માં પ્રયોગ કરાય છે . ઉપરાંત પૃથ્વી, ચંદ્રમાં બગેરે ગ્રહો નાં પ્રકાશ નું રહસ્ય, પડછાયા નું માપ, કાળગણના, બીજગણિત, ત્રિકોણમિતિ, વ્યસ્ત્વીધી, મૂળ-વ્યાજ, સૂર્યોદય અને સુર્યાસ્ત ને વિષે પણ એમને નિશ્ચિત સિધ્ધાંત બતાવ્યા . 
આચાર્ય આર્યભટ્ટ ની આ શોધો થી ગણિત અને ખગોળ નું પરિદ્રશ્ય બદલાઈ ગયું . એમના યોગદાન ને સદા યાદ રાખવા માટે 19 એપ્રિલ 1975 માં અંતરીક્ષ માં સ્થાપિત કરાયેલ ભારત માજ નિર્મિત પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ નું નામ 'આર્યભટ્ટ' રાખવામાં આવેલું .

No comments:

Post a Comment