ઓછંુ પ્રદૂષણ પેદા કરતું બીજંુ બળતણ ઇથાનોલ છે. પરંતુ એકલા ઇથાનોલથી વાહનો ચાલતાં નથી. કેટલાક દેશોમાં પેટ્રોલમાં ઇથાનોલ ભેળવીને વાહનોમાં પૂરાય છે. ઇથાનોલ શેરડી, મકાઇ કે શક્કરિયા જેવા કંદમૂળમાંથી બને છે. તેનું બીજું નામ ઇથાઇલ આલ્કોહોલ છે. ઇથાઇલ પેટ્રોલ કરતા મોંઘંુ છે.
રેસિંગ કારમાં મિથાનોલ કે મિથાઇલ આલ્કોહોલ વપરાય છે. મિથાનોલ કુદરતી ગેસ, લાકડા કે કોલસામાંથી બને છે. મિથાનોલ પેટ્રોલ કરતા ઓછું પ્રદૂષણ પેદા કરે છે. પરંતુ ઝેરી છે અને અત્યંત જ્વલનશીલ છે. તેની એવરેજ ઓછી હોવાથી વાહનમાં મોટી ટાંકી બેસાડવી પડે છે.
બાયોડીઝલ પર્યાવરણલક્ષી ઈંધણ છે. ડિઝલની શોધ કરનાર વિજ્ઞાાની રૃડોલ્ફ ડીઝલે તેનું પહેલું એન્જિન વનસ્પતિ તેલથી ચલાવેલું. પરંતુ પેટ્રોલિયમ ડીઝલ મળતું થયા બાદ ડીઝલનો ઉપયોગ વધ્યો. ઘણા એન્જિન સૂર્યમુખી, સોયાબીન કે કપાસીયાના તેલથી ચાલી શકે છે. બાયોડીઝલની સૌથી વધુ પેદાશ રતનજોત નામની વનસ્પતિ છે. આ તેલ ઉત્તમ બાયોડીઝલ છે.
No comments:
Post a Comment